To promote Sidhpur globally
To provide up to date knowledge in every aspect of Sidhpur which can boost economy and progress of the common peoples
દત્તરાજ સુફી ફકીર બાદશાહ શ્રી ચંદ્રકાન્ત અમૃતલાલ પાઠક (ચંદુગુરૂ)
વેદમૂર્તિ શ્રી અમૃતરાવસ્ય આત્મજ ભગવતી અક્કાસ્ય સુપુત્ર પ્રાચીશ્રી શારદા તટે વસન્તમ માતૃભક્તશ્રી સિદ્ધેશ્વર શરણં ||
પ્રેમ-ભક્તિ-જ્ઞાન વૈરાગ્ય બ્રહ્મકર્મરત સદૈવ બ્રહ્મચર્ય શ્રી ચંદ્રકાન્તનામાભીધાનં સદગુરુશ્રી દત્તરાજ ત્વં નમામિ ||
સિદ્ધપુર શહેરમાં સરસ્વતી નદી ના કાંઠે અતિ પ્રાચીન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે . આ મંદિર નું નિર્માણ શ્રી ગાયકવાડ સરકાર ના સેનાપતિ શ્રી બાબાજી આપાજી એ કરેલું હતું. આ મંદિર માં નિત્ય વૈદિક પૂજાકાર્ય થાય તે માટે પૂજારી તરીકે પોતાના કુલગુરુના વંશજો તેમજ વેદમાં પારંગત એવા મહારાષ્ટ્રના ખાનપ્રદેશમાંથી બ્રાહ્મણો સિદ્ધપુરમાં બોલાવ્યા હતા તેમના વારસદાર તરીકે શ્રી અમૃતરાવ પાઠક મંદિર નું પૂજકાર્ય સંભાળતા અને પરિવાર સાથે સિદ્ધપુર ની બાવાજી ની વાડી માં રહેતા હતા. શ્રી અમૃતરાવજી એ કાશી માં જઈને વેદાભ્યાસ કર્યો હતો . અને વેદ માં પારંગત બન્યા હતા . આથી તેમણે મહાદેવજી ની પૂજાકાર્ય ની સાથે સાથે સિદ્ધપુર ના બ્રાહ્મણો પોતાના ઘરે રાખીને વેદપાઠ ની દીક્ષા આપી અને ૪૦ જેટલા બ્રાહ્મણો યજુર્વેદ અને બ્રહ્મકર્મ માં પારંગત કર્યાં આથી તેમનું નિવાસ સ્થાન સિદ્ધપુર ના વિદ્વાન બ્રાહ્મણોનું ગુરુઘર કહેવાતું હતું. ઈશ્વર ના પરમભક્ત , સદાચારી તેમજ ઋષિતુલ્ય શ્રી અમૃતરાવ ગુરુ દ્વારા સિદ્ધપુર માં વેદ જ્ઞાન ની ધારા શરુ થઇ જે આજે પણ જીવંત છે .
શ્રી અમૃતરાવજી ના સાનિધ્ય માં અનેક સુફી સંતો, મહાત્મા ઓ અને ગુરુ ઓ આવતા અને તેમને આધ્યાત્મિક માર્ગમાં સહાયરૂપ થતા હતા . એક વખત એક સુફી સંત એવા સાગર મહારાજ તેમને આગણે પધાર્યા અને અમૃતરાવજી ને તેમણે ઓમકારની દીક્ષા આપીને બ્રહ્મ દર્શન કરાવ્યું . આ સુફી સંતે આગમ વાણી ઉચ્ચારીને કહ્યું કે તમારા ત્યાં સાતમાં પુત્ર રપે એક દિવ્ય આત્મા અવતરશે જે વૈરાગી જીવન ગુજારસે અને સંસાર માં ગુરુ નું ગાન ગઈ પાછો ગુરુ લોક માં ચાલ્યો જશે. કાળક્રમે આ આગમવાણી સાકાર થઇ અને વેદમૂર્તિ શ્રી અમૃતરાવજી તથા અક્કાબાના આંગણે જેઠ વદ-૯ ના તા. ૨૭/૦૬/૧૯૩૨ ના રોજ સાતમો પુત્ર અવતર્યો જેનું નામ ચંદ્રકાંત .
આ પુત્રે સુફી સંત ની વાણી ને સત્ય પુરવાર કરી અને આજીવન બ્રહ્મચારી રહી ને વૈરાગી જીવન દ્વારા સિદ્ધપુર માં પિતા ની ગુરુ શિષ્ય ની પરંપરા જીવંત રાખી ને સિદ્ધપુર માં ચન્દુગુરુ તરીકે શિષ્યો, બ્રાહ્મણો તેમજ મુમુક્ષુ ઓ ના હૃદય માં બીરાજમાન થયા . પૂ. ચન્દુગુરુ નું જીવન બાળપણ થી જ ખુબ કષ્ટદાયક હતું. નાની ઉમ્મર માં પિતા ની છાયા ગુમાવી મોટાભાઈઓ અભ્યાસ કરી નોકરી માટે બહારગામ સ્થાયી થયા. પૂ. ચન્દુગુરું બાળપણ થી જ ઈશ્વર પારાયણતા તેમજ ભક્તિભાવ પ્રબળ હતા .અને અભ્યાસ પ્રત્યે અરુચિ ને કારણે તેમણે કઈ ખાસ શિક્ષણ મેળવ્યું નહિ. પરંતુ પોતાના કુલ ના સંસ્કાર તથા કર્મકાંડ તેમજ વૈદિક જ્ઞાન માં નિપુણતા મેળવી હતી. કર્મકાંડ માંથી જે થોડી ઘણી આવક થાય તેમાંથી પોતાનો અને માતા નો નિર્વાહ કરતા તથા દેવતાઓનો ઉત્સવ ઉજવતા અને પ્રદોષ નો જમણવાર કરતા હતા.
પોતે જુવાન થયા ત્યારે માતા ગંભીર બીમારીના ભોગ બન્યા . યુવાવસ્થા થી જ તેઓ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ની પૂજા કરતા આથી ભક્તિ વધતા તેમનામાં વૈરાગ્ય ની ભાવના વધુ દ્રઢ બની અને ઈશ્વર પ્રાપ્તિ એ જ જીવન નું એક માત્ર લક્ષ્ય બન્યું. પરંતુ તેઓ પોતાના સ્વધર્મ ને ભૂલ્યા નહિ. માતા અક્કાબા વૃદ્ધાવસ્થામાં અપંગ થયા તેમજ અંધત્વ અને શારીરિક તકલીફ નો ભોગ બન્યા આ સમયે પૂ. ચન્દુગુરું એ વર્ષો સુધી પુત્ર ની ફરજ નિભાવી અને માતા ની અનન્ય સેવા કરી . ઘર ને આગણે કોઈ પણ સમયે અતિથી, સાધુસંતો, મહાત્મા ઓ તેમજ કોઈ જરૂરિયાતમંદ આવે તો તેને ભોજન અને દક્ષિણા આપી સત્કારવા એ અક્કાબા નો જીવન મંત્ર હતો. પૂ. ચન્દુગૃરું પોતાની માતાની આ ભાવના ને પૂર્ણ કરતા અને પોતાની સામાન્ય આવક માંથી ખર્ચ ને પહોચી ન વળે ત્યારે ક્યારેક ઉધાર પણ લાવું પડતું અને દક્ષિણા માંથી મળેલી ઘર ની વસ્તુ પણ વેચી ને પૈસા મેળવતા અને વૈદિક પરંપરા તથા બ્રહ્મ ભોજન ચાલુ રાખતા હતા .
પૂ.
ચન્દુગુરું ની પ્રણાલી મુજબ દરેક વૈદિક કાર્યો થતા રહે તે માટે તેમની
હયાતી માં જ શ્રી સિદ્ધેશ્વર સેવા સમિતિ ની રચના થઇ . તેઓ જે રીતે
કર્મ, પૂજા , પાઠ તેમજ જન્મોત્સવ ની ઉજવણી કરતા હતા તે જ રીતે તેમના
થી દીક્ષિત થયેલા શિષ્યો તેમજ સમિતિના સભ્યો વૈદિક પરંપરા ને અખંડિત
રાખવા તમામ કર્યો એ જ શ્રદ્ધા થી કરી રહ્યા છે . અને પૂ. ચન્દુગુરૂ ના
મહાયજ્ઞ માં પોતાના કાર્યરૂપી આહુતિ આપી ગુરુ ઋણ અર્પણ કરી રહ્યા
છે.
With thanks to
http://www.shrichanduguru.com